વિપરીત સંજોગોને સંભાળવા યોગ જરૂરી

ભક્તિ: મારા જીવનનું લક્ષ્ય ઈશ્વર સાથેના તાદાત્મ્ય થઈ જાય એટલે બસ. વિવેક: અરે, પણ આપણે આ જે જીવન જીવી રહ્યા છીએ એમાં જ એટલી બધી તકલીફો છે તો ઈશ્વરના મિલનની તો વાત જ કયાં આવે? ભક્તિ: તકલીફો તો આવે ને જાય, એટલે કાંઈ આપણું અંતિમ લક્ષ્ય વિચલિત ન થવું જોઈએ. વિવેક: બધી વાતો છે- પેટમાં જોરદાર દુખાવો ઉપડે ત્યારે બાપના બાપ યાદ આવી જાય છે. એ વખતે એ મુશ્કેલીઓ દૂર કરવાની કે ઈશ્વરના તાદાત્મયનું વિચારવાનું? ભક્તિ: એ જ તો યોગ શીખવાડે છે. જે પરિસ્થિતિ છે તે સ્વિકારો અને આગળ વધો. નહીં કે માથે હાથ મૂકીને ફરિયાદ કરીએ કે હવે શું [...]