YOG

સ્પિરિચ્યુઅલ હિલીંગનો ઉદ્દેશ

પરમાત્મા સાથેનો જીવનો સંબંધ જાણવા મુમુક્ષુઓને માર્ગદર્શન આપવું.
દિવ્ય સુખની અનુભૂતિ કરાવવી.
યોગ અને ધ્યાનના માધ્યમથી આધ્યાત્મિક ચિકિત્સા પ્રાપ્ત કરાવવી.
સર્વોપરી અને હકારાત્મક શક્તિના સ્રોત તરીકે ભગવાનની ઓળખાણ કરાવવી.
માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક બીમારીઓને કાબુમાં લેવી.
આધ્યાત્મિક જાગૃતિ અને સભાન અવસ્થાની ઉચ્ચ સ્થિતિને પામવા માર્ગદર્શન આપવું.
હકારાત્મક વલણ પ્રાપ્ત કરી નકારાત્મક વિચારોથી બચાવવા.

 

 

શ્રી જોગીસ્વામી SGVP Holistic Hospital માં યોગ થેરાપી દ્વારા તન, મન અને આત્માને નવી ઉર્જા અર્પણ કરવાનો અનોખો પ્રયાસ થશે. યોગના નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા સાંપ્રતકાળાનુસાર યોગનું શિક્ષણ આપવામાં આવશે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને તન-મનના જટીલ રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત થશે.

 

યોગથી થતા લાભ

માઇન્ડ પાવર વધે છે, આત્મવિશ્વાસ વધે છે. સ્ટ્રેસ, ડીપ્રેશન દૂર થાય છે. યાદશક્તિ વધે છે.
રોગ પ્રતિકાર ક્ષમતા વધે છે, શરીરસૌષ્ઠવ વધે છે અને યૌવન ટકાવી રાખાય છે.
યોગ ગરદન, કમર, ઢીંચણ વગેરે તમામ પ્રકારના સાંધાના દુઃખાવા મટાડવામાં સહાયક બને છે.
નિયમિત યોગ કરવાથી કષ્ટદાયક રોગમાં રાહત મળે છે.
દવાઓ લેવા છતાં કન્ટ્રોલમાં ન રહેતી બ્લડ સુગર યોગથી નિયંત્રિત કરી શકાય છે.
યોગથી હાઇ બ્લડ પ્રેશરને દૂર કરી શકાય છે.
યોગથી વધી ગયેલી ચરબીને ઘટાડી શકાય છે.
માથાનો દુઃખાવો (માઇગ્રેન) યોગથી મટાડી શકાય છે.
યોગથી અસ્થમા-દમમાં રાહત મળે છે અને ફેફસાની કાર્યક્ષમતા વધારી શકાય છે.
યોગથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ (ટોક્સીન) દૂર થાય છે.