ડેન્ટલ ચેક-અપ અને ડેન્ચર કેમ્પ

તા. 21-01-2018, રવિવાર | સમય : સવારે 8:30 થી 11:00

શ્રી જાગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા યોજાયો વિનામૂલ્યે ડેન્ટલ એક-અપ અને ડેન્ચર કેમ્પ

 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા તા. ૨૧ જાન્યુઆરી, રવિવારના રોજ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિનામૂલ્યે ડેન્ટલ એક-અપ અને ડેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ પ્રાથમિક તપાસ તથા સારવાર મેળવી હતી. જેમાંથી જરૂરીયાતમંદ એકસો આઠ દર્દીઓને વિનામૂલ્યે ચોકઠા બનાવી આપવામાં આવશે. સામાન્ય રીતે એક ચોકઠાનો ખર્ચ ચારથી પાંચ હજાર રૂપિયા જેટલો થાય છે. 

આ સાથે લોકોને દાંતના રોગો પ્રત્યે જાગૃતી આવે, ખોટા ઉપચારથી બચે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પ્રેઝન્ટેશન તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની જાણીતી સંસ્થા ઇન્ડીયન પ્રોન્થોડોન્ટીક સોસાયટીના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં જાણીતા ડેન્ટીસ્ટ અને મેડીકલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. જે.આર. પટેલ, ડૉ. સોમીલ મહેતા, ડૉ. મનીષ કાત્યાયન, ડૉ. કલ્પેશ વૌષ્ણવ, ડૉ. ચિરાગ ચાહાન, ડૉ. વિપુલ બારસિયા, ડૉ. શ્વેતા કુમારસ્વામી, ડૉ દર્શના શાહ, ડૉ. શ્રુતિ મહેતા, ડૉ. જીગ્ના શાહ, ડૉ. ઇના પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ડેન્ટલ કેમ્પના મુખ્ય સ્પોન્સર્સ તરીકે અ.નિ. શ્રી ચંદુભાઈ ઓધવજીભાઈ સોનીની પવિત્ર સ્મૃતિમાં હસ્તે સુપુત્ર પ્રશાંત, પુત્રવધુ સ્વાતી બેન, પૌત્ર ઋષિલ, પૌત્રી પ્રિયલ વગેરે પરિવારજનોએ લાભ લીધો હતો

Icon - Image: 
Vote: 
No votes yet